ચાલો ત્યારે, ઘણા દિવસ થયા, ઘર માં કંઈ નાસ્તો નથી. મૂવી જોતી વખતે કંઈ ચાવવા તો જોઈએ ને! અરે ઘેર બેઠા બેઠા આમ પણ ભૂખ ખુબ લાગે. હવે શિયાળો શરુ થશે ત્યારે કકડી ને ઠંડી તો લાગશે, અને સાથે સાથે કકડી ને ભૂખ પણ લાગશે. તમને થશે, તો જમવાનું નથી બનાવતા? પણ એવું છે ને, જમ્યા પછી પણ જે નાસ્તો કરવાની મઝા આવે, એ કૈંક જુદી જ હોય છે. અને બીજું કે તૈયાર નાસ્તા – ચિપ્સ, બિસ્કીટ, નાચોઝ – એ બધું ખાઈ ખાઈ ને પણ કંટાળો આવે છે, ખરું પૂછો તો. એક નું એક, પૈસા નું પાણી, કંઈ ભલીવાર નહિ… સાચું કહું તમને, સંતોષ જ ના થાય. ヅ
તો આજે મને થયું, ચલ ચેવડો બનાવુ, તો લો, કલાક માં ચેવડો તૈયાર! ચેવડો, એટલે કે આપણે પતલા પૌઆ હોય ને, એનો! બનાવવા નો સાવ સેહલો! લો અહીં તમને રીત બતાવું.

પતલા પૌઆ ને પેહલા ચાળી લો, અને ધીમા તાપે શેકી નાખવાના. હલાવતા રેહવું, જેથી પૌઆ નીચે બળી ના જાય. બરાબર શેકી લીધા પછી ફરી થી ચારણી થી ચાળી લેવા… પાવડર જેવો ભૂકો નીકળી જશે, અને કકરા પૌઆ બાજુ પર મૂકી રાખવા. સાઈડ પર થોડા લીલા મરચા ઝીણા સમારી ને રાખવા.
- એક પેણી માં તેલ ગરમ કરવા મુકવું. બહુ નહિ, ફક્ત મસાલો શેકવા માટે. (આપણે તળેલો ચેવડો નહિ પણ પૌષ્ટિક ચેવડો બનાવીશું. આજ કાલ બધા ને ફિગર ની, ફીઝીક ની, અને સાથે સાથે તબિયત ની ચિંતા કરવી જરૂરી છે… પોતાનું સ્વાસ્થ્ય અને સુડોળ શરીર… માનસિક અને શારીરિક સૌન્દર્ય ઈઝ નેસેસરી!) ઓકે તો આપણે તેલ ગરમ કરવા મુક્યું.તાપ ધીમો રાખવો. (મધ્યમ).
- તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ નાખવી, સાથે લીમડા ના પાન નાખવા. તતડે એટલે લીલા સમારેલા મરચા નાખો.
- જરા એક-બે સેકંડ પછી થોડી કાચી શીંગ, થોડા દાળિયા, થોડા કાજુ, તલ… એટલું નાખી હલાવતા રેહવું. આ બધું તતડવા દેવું, પણ બળી ના જાય એનું ધ્યાન રાખવું. થોડું બદામી બ્રાઊન થાય એટલે એમાં સેહજ લીંબુ નીચવી નાખવું અને સેહજ મીઠું નાખવું અને સેહજ હળદર નાખવી. ખારાશ અને ખટાશ પ્રમાણસર મસાલા માટે જ નાખવી. મોઢા પર કંઈ ઉડે નહિ એનું ધ્યાન જરૂર થી રાખશો. ત્યાર બાદ, જરા ધીમા તાપે શેકવા દેવું આ મિશ્રણ ને. લીંબુ નીચવવા ના કારણ થી કાજુ-શીંગ-દાળિયા સેહજ પોચા થઇ જાય, એને સેહજ તાપ થી ફરી કડક કરવા માટે. બાદ સ્ટવ ને બંધ કરી દેવો.
-
નટ્સ નું મિક્સચર
- એક મોટા વાસણ માં જેમાં પૌઆ હોય, એની અંદર નટ્સ નું મિક્સચર ભેળવી દેવું. પ્રમાણસર મીઠું તથા થોડી સાકર પણ ઉમેરવી; અને સાચવી ને હળવા હાથે તવેથા થી હલાવો જેથી બરાબર પૌઆ અને દાણા બધું વ્યવસ્થિત રીતે મસ્ત્ત મિક્સ થઇ જાય.
Chevdo… Ready! પૌષ્ટિક ચેવડો તૈયાર! - તમારો પૌષ્ટિક ચેવડો તૈયાર! હવે ક્યાં છે મૂવી? થઇ જાઓ તૈયાર; એક બોલ માં લઇ માણો
- મઝા ચેવડા ની, અને ચર્પી પ્રીતિ ઝીંટા ની… વોટેવર! ヅ