A booming Mumbai. Crossed wires, or lost connections?
A train journey from Ahmedabad to Mumbai.
You’ve arrived here in your twenties, went to school, college, and lived here.
Your kids were born and raised here… in the US.
Now, they too have kids and have moved on!
But your own parents who’ve just moved from India after their retirement, to spend time with you and your ‘adult’ kids i.e. their grand-kids, are anywhere from 55+ to 80+ years old. They’ll take some time to adapt to the new ways… You remember, it took you a lifetime to learn the traditions and ways of this West, if at all… Let us give them space, time, and a chance to live life again.
The following is written in Gujarati… those of you who can read this language,, great! Those who’re unable to do so… I translated it to give you a gist. In a humble attempt to keep this language alive, the text is written by Surti Masti.
સેહજ એક મુદ્દા ની વાત કરું:
ઘણા જણ આપ માં થી બહુ વર્ષો પેહલાં અહીં USA આવી ને વસ્યા છો, ખરું ને? તમારા કુટુંબ અહીં ફળ્યા-ફાળ્યા, છોકરા ઓ, છોકરી ઓ અહીં જ જન્મ્યા, અહીં જ ભણ્યા, ફર્યાં, અને હવે પરણ્યા પણ ખરાં.
આજે એ લોકો ના જીવન અને પરિવાર પણ હવે તો વિકસતા થયા – ત્રીજી પેઢી એ સાવ જ અમેરીકાન થયી ગયા એમ કદાચ કહી શકાય. એમાં કંઈ ખોટું પણ નથી… જ્યાં વસ્યાં એના જેવા થયી ને રહિયે એમાં જ માલ છે; અને આ હકીકત પણ છે.
આ દરમ્યાન એવું બન્યું હોય કે તમારા ખુદ ના માતા-પિતા અહીં તમારા ભેગા આવી ને વસ્યાં – વતન માં વ્યવસાય માંથી નિવૃત્તિ મળતાં પોતાના બાળક પાસે રેહવા માટે વર્ષો થી ઉત્સુક, એઓ ખુબ ઉમંગ થી અહીં આવી પોન્હ્ચ્યા.
તમે તો આટલા વર્ષો થી અહીં ની રીતિ રિવાજ અને રૂઢી થી ટેવાતા ગયા – ગમે કે ના ગમે , ગમાડે જ છુટકો!
પણ જે પંચાવન-સાંઠ કે પંચોતેર-એંસી ની ઉંમર બાદ અહીં આવ્યા છે એ લોકો ને તો સમય લાગવાનો જ છે, અહીં ની આબો હવા થી વાકેફ થવા ને.
નથી એ લોકો internet savvy, કે નથી એ લોકો ને અહીં ની privacy પ્રત્યે ની ઘેલછા નો અનુભવ.
પણ આપણે તો આ બધી વાત માં સમઝદારી રાખીએ છીએ તો થોડી ધીરજ આ વડીલો પ્રતયે રાખીયે તો કેવું ?
આ તો ઘરે ઘરે આ વાત પર કજિયા અને કંકાસ થતા હોય છે… વગર કોઈ અગત્ય કારણે અબોલા અને મન દુખ થાય છે.
ફક્ત એટલા માટે આ પોસ્ટ કરું છૂં… એક અરજી સાથે, કે મેહેરબાની કરી કોઈ માઠું લગાડશો નહિ. આપણી પેલી કેહવત છે ને – ઘેર ઘેર માટી ના ચૂલા.
This is just something to ponder over…
Thank you, Piyush Mishra, TuanNgo.