The “Flying Rani”!

Gujarati? Catch the “Flying Rani” going Mumbai to Surat!

બાળપણ નું સુસ્મરણ

હોતું હશે!

(ભઈ તમે માનો કે ના માનો આ વાત હકીકત છે.)

DSC04823
After reaching Navsari (pix above: Juna Thana), Surat is just minutes away… you get set to alight… with all your bags! 😉

મમ્મી: ઓ કે, હું taxi વાળા ને પૈસા ચૂકવું છું, તું કૂલી ને શોધ (ચિંતા નહિ કરતી, તું શોધે એ પેહલા એ તને શોધી કાઢશે)
હું : એ એ એ… આણે તો bag ઊંચકી એ લીધી!
મમ્મી: ઓ એની સાથે ભાવ પેહલા થી નક્કી કરજે, ભૂલતી નહિ … ઠીક છે, કંઈ નહિ.

મમ્મી (કૂલી ને): ઓ, કેટલા? કિતના લેગા?
કૂલી : ફિકર નહિ, આપ સે જ્યાદા નહિ લેગા … બસ, બીસ રૂપિયા.
મમ્મી: હેં!……. કેટલા રૂપિયા??
(કૂલી ને): તુમ કો ક્યા લગતા હૈ – હમ નયે હૈ ઇસ શેહેર મેં ! દસ રૂપિયે સે ઝ્યાદા નહિ દૂંગી
કૂલી: સત્રા
મમ્મી: નહિ, નહિ, ચલો, બારા બરાબર હૈ
ફૂલી: અરે ક્યા મેમસાબ તુમ ભી… અચ્છા પન્દ્રા
મમ્મી : ચલો છોડો — જાને દો. હમારી bag રક્ખો, તુમ દૂસરા ઘરાક શોધો

મમ્મી (અમને, બચ્ચા પાર્ટી ને): ચાલો, ચાલો, જલ્દી જલ્દી એક એક bag ઉઠાવો – નાની, મોટી, જે ઉંચકાય તે લો.
હું : મમ્મી, જલ્દી, પછી સીટ નહિ મળે!
મમ્મી (કૂલી ને): અલ્યા ચાલ, ચૌદ રૂપિયા નક્કી, ચાર bag ઉઠાવ – આખી berth પકડ, બારી સાથે!
કૂલી: ફિકર નકો કરા મેમસાબ
મમ્મી: છોકરાઓ, જલ્દી કરો, નહિ તો આ ભીડ માં કૂલી ગુમ ના થયી જાય!
હું : મમ્મી, કૂલી તો બહુ ફાસ્ટ જાય છે!

થોડેક આગળ ગયા, થોડી વાર પછી, થોભ્યા:

ફૂલી: મેમસાબ, ઇધર રુકો, bag કે પાસ, અભી સીટ પકડ કે આતા હું!
હું : ઓ…, કહાં જાતે હો? Train કહાં હૈ? Platform પર હજી આવી નથી ને!
ફૂલી: બેબી, અભી આતી હૈ train.
હું : તુમ કો કૈસે find કરેંગે?
કૂલી : એક રૂમાલ દો, ચાદર હૈ?
(મમ્મી પર્સ માંથી કાઢી, એમનો સ્કાર્ફ આપે છે કૂલી ને.) કૂલી સ્કાર્ફ લઇ ને ભીડ માં ફરી થી અલુપ્ત થયી ગયો!

મમ્મી : તમને બંને ને કહ્યું’તું જલ્દી તૈયાર થયી જાઓ, નહીતર આ ભીડ માં ભીંસાવું પડશે પણ સાંભળે કોણ! કેટલો Rush છે, હવે જઈશું ઉભા ઉભા ઠેઠ સુધી!

મમ્મી (અકળાઈ ને) એક બીજા યાત્રી ને: ઓઓઓ, વગાડી દીધી મેટલ ની bag. કચડી નાખ્યો મારો પગ! જોઈ ને તો ચાલ!

હું: આવતી vacation માં મારે train માં ક્યાંય જવું નથી! I don’t want to go on the train anywhere! What a nightmare!
મમ્મી : ઓ, ચાલો, ચાલો જલ્દી જલ્દી, ગાડી આવી ગઈ!
હું: ઓ, પણ bags નું ધ્યાન કોણ રાખશે
મમ્મી : ચલ એક જણ અહીંયા ઉભા રહો, તું ઉભી રેહ… ઓ લે, જો, ફૂલી એ હાથ દેખાડ્યો… જગા મળી ગયી લાગે છે.
મમ્મી (કૂલી ને બૂમ પાઈ ને કેહ છે): ચલ, આવી ને bag ઉઠાવ!
કૂલી: Bag આપ લાઓ, નહી તો seat ગેલી!
મમ્મી : અલ્યા અડધું કામ અમે જાતે કરી લઈએ તો ચૌદ રૂપિયા તને શું કરવા આપીએ!
કૂલી (હસતાં હસતાં): મેમસાબ, બગા તુમી, seat મસ્ત હૈ… પાંચ રૂપિયા ઔર દેના બક્ષીશ!
મમ્મી: ઘ્યા હે ચૌદ રૂપિયા, નહિ તો એ પણ નહિ આપું!
હું : મમ્મી, જલ્દી, આપી દો એને જે જોઈએ એ, ચાલો, let’s settle in, please!
હજી તો બેઠાં નથી, અને કોઈક બીજા યાત્રી આવ્યા:
યાત્રી : Excuse me, પણ તમે મારી seat પર બેઠાં છો! હું ફક્ત પાણી ની bottle ભરવા નીચે ઊતર્યો હતો.
મમ્મી (જરા અકળાઈ ને): ઓ હો, શૂ વાત કરો છો! હમણાં જ મેં પેલા કૂલી ને પૈસા ચૂકવ્યા seat માટે!
અચ્છા ઠીક છે, બધા જરા જરા ખસો, થોડું “adjustment” કરીએ… આ છે તો એક unreserved compartment ને! ફક્ત સાઢા ચાર કલ્લાક ની જ journey – મુંબઈ થી સૂરત સુધી ની!
યાત્રી (અડધું મનમાં બબડતા): ક્યા થી આવી જાય છે આ લોકો!
મમ્મી: મને કૈંક કહ્યું તમે?

સીટી વાગી, લીલો ઝંડો ફર્કાયો, ગાડી ની છુક-છુક શરુ થયી. ધીમે થી વેગ વધવા માંડી… પળ માં જ platform પર થી ગાડી બાહર ખુલા માં જતી રેહવાની…
મમ્મી (અકળાયલા સાદે): જો, હજુ તારા પપ્પા આવ્યા નહિ દુકાને થી… આવજો કેહવા અને મળવા!
(દૂર, પપ્પા દોડતા આવતા દેખાયા – બારી માંથી અમે આવજો કર્યું, એમના હાથ માં થી નાસ્તા નું packet જલ્દી થી લઇ લીધું! અમને, ખાસ કરી ને
મમ્મી ને હાશ થયી… મને મન માં થયું, “કદાચ પપ્પા ને પણ હાશ થયી! એમનું vacation પણ શરું થયું “) 😉
બીજા યાત્રીઓ ને પણ હાશ થયી…

યાત્રી (મમ્મી ને): ક્યાં સુધી જવાના, ક્યાં ઉતરવાના?
મમ્મી: last station… સૂરત! અને… તમે?
યાત્રી : હું પણ
મમ્મી: ચાલો, સરસ, થોડી company રેહશે 🙂

અર્ધ-સ્મિત સમેટ યાત્રી અને મમ્મી ની અકળામણ સેહજ વિલીન થયી.

મમ્મી (મારા નાજુક, baby ears માં ધીમે થી બોલ્યાં): સરખી tight બેસજે, જો, કોઈ ધક્કો મારી તને ખસેડી ના દે!
હું (મન માં વિચારતા): હાશ, જગ્યા મળી એટલું જ બસ છે… પાંચ મિનીટ પેહલા જ તો seat ના ફાંફા હતાં, અને station પણ હાંફળા-ફાંફળા પોન્હ્ચા’તા!
મમ્મી: હાશ, હવે જરા નિરાંતે શ્વાસ લેવાશે!
થોડીક જ પળો થયી હશે, ત્યાં તો, bag માંથી Pear કાઢી, purse માં થી ચપ્પુ ખેંચી, મોઢાં પર સ્મિત વેરી ને બાજુ માં બેઠેલા નૌપરિચિત યાત્રી ને મમ્મી એ પૂછ્યું, “Care to Share?”